વિધ્યાર્થી અને વ્યવસાયલક્ષી શિક્ષણ

વસ્તી કે જનસંખ્યાની બાબતમાં ભારતએ ચીન પછી દ્વિતીય સ્થાન પર છે. અને એક અંદાજ મુજબ ૨૦૨૭ સુધીમાં ભારત ચીનથી આગળ નીકળી જશે. હાલમાં ભારતને જનસંખ્યા લાભાન્શ મળી રહ્યું છે. હાલમાં ભારતમાં યુવાનોની સંખ્યા વધારે છે. યુવાનોને નડતી મુખ્ય સમસ્યાઓમાથી એક સમસ્યા એ બેરોજગારી છે. તથા અલ્પ-રોજગાર (શિક્ષણ અનુસાર રોજગાર ન મળવું.) પણ એક મોટી સમસ્યા છે. આ સમસ્યાનું મુખ્ય કારણ વિધ્યાર્થીઓમાં ધંધાદારી તથા વ્યવસાયલક્ષી અભ્યાસ્ક્ર્મો પ્રત્યેનું દુર્લક્ષ્ય છે. જેને ઇંગ્લિશમાં (PROFESSIONAL AND VOCATIONAL COURSES) કહેવામાં આવે છે. આ અભ્યાસક્રમો ઝડપી રોજગાર તથા ઝડપી સ્વરોજગાર પૂરા પાડે છે. હાલનાં સમયમાં ભારતમાં તથા ગુજરાતમાં વિશ્વવિદ્યાલયો દ્વારા આવા અનેક અભ્યાસક્રમો અર્પણ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આવા ઘણા બધા અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. પરંતુ તેમાં મુખ્યત્વે વિજ્ઞાનપ્રવાહના વિધ્યાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે  છે. પરંતુ શું તમે જાણો છો કે સામાન્ય પ્રવાહના વિધ્યાર્થીઓ માટે પણ યુનિવર્સિટી દ્વારા વિવિધ અભ્યાસક્રમો શીખવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે એમ.બી.એ તથા એમ.સી.એ જેવી અનુસ્નાતક પદવીનો સમાવેશ થાય છે.  કોઇપણ વિધ્યાશાખાના વિધ્યાર્થીઓ આમાં જોડાઈ શકે છે. એમ.સી.એ માટે સ્નાતક કક્ષાએ એક ગાણિતિક કે આંકડાકીય વિષય હોવો જરૂરી છે. તથા આજ અભ્યાસક્રમો ધોરણ- ૧૨ પછી સંલગ્ન રીતે  ૫ વર્ષ માટે કરી શકાય છે. જેને ક્રમાનુસાર  ઇન્ટિગ્રેટેડ એમ.બી.એ  અને ઇન્ટિગ્રેટેડ એમ.સી.એ કહેવામાં આવે છે.

અમદાવાદ શહેરમાં ઘણી બધી સંસ્થાઓ છે જે આ અભ્યાસ્ક્ર્મો વિધ્યાર્થીઓને પ્રદાન કરે છે. પરંતુ આર. બી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેંટ પૂર્વ અમદાવાદમા એક માત્ર સંસ્થા છે ઉપર વર્ણવેલ તમામ પદવીઓ પ્રદાન કરે છે. સંસ્થા ઠકકરબાપાનગર, બાપુનગર, નરોડા તથા ક્ર્શ્નનગરના વિધ્યાર્થીઓને વર્ષોથી લાભ આપી રહી છે, જ્યાં વિધ્યાર્થીઓને મૂલ્યલક્ષી તથા વ્યવસાયલક્ષી શિક્ષણ આપવામાં આવે છે. આર.બી. ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેંટ સ્ટડીઝ ખાતે ગ્રંથાલય, સ્માર્ટ વર્ગખંડો, વિકાસલક્ષી કાર્યક્રમો, સાંસ્ક્રુતિક તથા સામાજિક પ્રવૃત્તિઓ અને બીજી ઘણી બધી માળખાગત સુવિધાઓ ઉપ્લબ્ધ છે. અને સૌથી મહત્વની બાબતમાં સંસ્થા પાસે પોતાનો અલાયદો પ્લેસમેંટ વિભાગ છે.  જે પદવી મળ્યાંના ત્વરિત સમયમાં વિધ્યાર્થીઓને વિવિધ કંપનીઓમાં રોજગાર ઉપ્લબ્ધ કરાવે છે. હાલનો સમય એ સ્પર્ધાનો સમય છે જેમા વિધ્યાર્થીઓ પાછળ ન રહી જાય તેનું પૂરતું ધ્યાન રાખવામા આવે છે.

http://rbi.edu.in/

http://rbi.edu.in/mr-suhag_maheria/

Leave a comment

Your email address will not be published. Required fields are marked *