સ્વદેશી ચળવળ એ ભારતીય સવતંત્ર સંગ્રામનો એક ભાગ હતી. ભારતીય મહાસભા દ્રારા અપનાવાયેલી આ એક આર્થિક નિતી હતી જેનો ઉદ્દેશ્ય અંગ્રેજ સરકારની સતાને હલાવવાનો અને ભારતીય ઉદ્યોગો સધ્ધર અને દેશને સ્વાવલંબી બનાવવાનો હતો. આ ચળવળ દ્રારા પરદેશી માલનો બહિષ્કાર કરવામાં આવતો અને સ્વદેશી માલ અને સ્વદેશી ઉદ્યોગો દ્રારા તૈયાર થતા માલ વાપરવા જોર અપાતું.
ઘણા લોકો અને સંસ્થાઓ જેવી કે, રાજીવ દિક્ષિત મેમોરીઅલ ટ્રસ્ટ, બાબા રામદેવ અને સ્વદેશી જાગરણ મંચ, સંઘ પરીવારની શાખા, આ બધા આધુનિક ભારતમાં સ્વદેશી નો ફેલાવો કરી રહયા છે.
ગાંધીજીના મતે સ્વદેશી એ સ્વરાજ્ય ની આત્મા હતી. સ્વરાજ અને સ્વદેશીની વાત કરીએ તો ગાંધીજી એ પૂર્ણ સ્વરાજની વાત કરી હતી આપણે સ્વરાજ તો મેળવ્યું છે પણ અધુરું પૂર્ણ સ્વરાજ મેળવવા માટે સ્વદેશી થવું પડે.
ભારતના લોકોના અવિરત પ્રયોત્નો પછી ૧૫,ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ ભારતને આઝાદી મળી, પરંતુ આપણી જરુરિયાતો માટે આપણે હજી઼ પણ આ વિદેશીઓ પર નિર્ભર રહેવું પડયું જેના કારણે આપણે હજી પણ આ દેશો ઉપર નિર્ભય છીએ જેને સંપૂર્ણ સવતંત્રતા કહી શકાય નહી.
આ કારણોસર સ્વદેશી અને આત્મનિર્ભરતાની જરૂરીયાત આજે ફરી અનુભવવા લાગી છે, કારણ કે તે સમયમાં તે જ દેશનો વિકાસ થાય છે, જેની જરૂરીયાત દેશમાં જ બનાવવામાં આવે છે, તેથી જો આપણે સોયથી લઇ ને જહાજ સુધીની વસ્તુઓ માટે બીજા દેશો પર આધારીત રહીશું તો તે સ્વાભાવિક છે કે તે દેશો નબળાઇ તરીકે આપણી પરાધીનતાનો (કમજોરી) લાભ લેશે. અને આ માલ મનસ્વી કિંમતે વેંચશે. અને આપણે મજબૂરીથી તે વસ્તુના ઊંચા ભાવ આપીને ખરીદવી પડશે
આવી પરિસ્થિતીમાં સ્વદેશી અપનાવો અને પોતાના દેશને બચાવવવાનું મહત્ત્વ ખૂબ વધી જાય છે.અને પછી આપણે વિદેશી માલ પર આધારિત રહેવું પડશે, જેના કારણે તે ધીરે ધીરે આપણી પસંદ બની જશે, અને પછી આપણે ફકત વિદેશી ચીજવસ્તુઓ જ ખરીદીશું, જેના કારણે આપણા દેશના લોકોના રોજગાર છીનવાઇ જશે અને આવી રીતે જો આપણા દેશ ભારતને વિકસિત બનાવવા માટે સ્વદેશી પર ધ્યાન કેન્દ્દિત કરવું પડશે, બધાએ પોતાના દેશની બનેલી ચીજોનો ઉપયોગ કરવો પડશે.
અત્યારની પરિસ્થિતિ જોતા માલૂમ પડશે કે સંકટ સમયમાં દેશવાસીઓને લોકલ વસ્તુ જ તેમની જરૂરીયાત પૂરી પાડી શકે છે. અત્યારે દેશમાં કોરોના વાયરસની મહામારી માં લોકલ વસ્તુઓ એજ આપણી જરૂરીયાત પૂરી પાડી છે. કોવિડ —૧૯ લોકડાઉન ૪.૦ માં પ્રધાનમંત્તી નરેન્દ્દ મોદીએ સ્વદેશી અપનાવીએ અને આત્મનિર્ભર બનીએ તેવો સંદેશો વ્યકત કરતા જણાવ્યું છે કે made ઇન ભારત ની પ્રોડકટ ખરીદવાની નથી પરંતુ તેનો પ્રચાર પણ કરવાનો છે જેથી તે વસ્તુ બ્રાન્ડેડ બનતા વાર ન; લાગે અને આવી રીતે આપણે ભારતને આગળ વધારી શકીશુ;