The Blog

આજના વિકાસશીલ ભારતે ઘણાં બધાં પડાવો પાર કરી લીધાં છે. તે પછી રાજકીય હોય કે સામાજીક અને સાંસ્કૃતિક હોય કે લોકશાહી તેમ છતાં, આજે પણ ભારત દેશનાં લોકો એક બીમારી થી પીડાય છે. તે છે  શિક્ષણપધ્ધતિ, અંગ્રેજોએ ભારતની કમર તોડવા માટે જે દેશ સાંસ્કૃતિક અને શિક્ષણની દ્રષ્ટિએ સમૃધ્ધ હતો, તેનીજ કમરતોડી નાખી. જે બીમારી આજે પણ છે. અને દેશને ખોખલો બનાવી દીધો છે.

આ બીમારીમાં વાંક અંગ્રેજોનો છે કે આપણો? સિત્તેર વર્ષની આઝાદી પછી પણ તેનો ઈલાજ ન થતો હોય તો શું કરવાનું? આપણે એ પણ ધ્યાન ન આપ્યું કે આજના બાળકોને કેમ ભણવાની ઈચ્છા નથી થતી અથવા તો ત્યાનું વાતાવરણ કેમ ફાવતું નથી. આજના બાળકોને કેમ ઇચ્છા નથી થતી કઇંક નવું વિચારવાની? કેમ તે માત્ર કુંવાના દેડકા બનવાનું પસંદ કરે છે. આ બધા પ્રશ્નો બધાની પાસે છે. પણ જવાબ આપવા કોઈ તૈયાર નથી.

આજના સમયમાં બાળકોને માત્ર ભણાવવામાં આવે છે,  નહીં કે ગણાવવામાં , માત્ર ને માત્ર ચોપડિયું જ્ઞાન. પ્રાથમિક ધોરણમાં અભ્યાસ કરતાં વિધાર્થીને ગ્રામ પંચાયત અને નાગરપાલિકા નો અભ્યાસ કરાવામાં આવે છે. રાષ્ટ્રિપતિ અને વડાપ્રધાન શું કાર્ય કરે છે. તે સમજાવમા આવે છે. પણ વાસ્તવમાં આ જ્ઞાનની જરૂર તો તેને ઉચ્ચતર શિક્ષણ મેળવે ત્યારની છે. જ્યારે બાળકોને ખેલ કૂદ, ઘરના સામાન્ય કામકાજ અને વાર- તહેવાર,પરિવારમાં ઓળખાણ કરવાને સમયે ભવિષ્ય વિશે ખોટી અફવાઓનાં દબાવથી દબાવી દેવામાં આવે છે.

આમાં અમુક અંશે છોકરાઓનાં સર્વાંગી વિકાસ ન થવામાં માતા પિતાનું પણ યોગદાન હોય છે. તે તેના વ્હાલસોયા પુત્રને નિર્ણય લેવા જ દેતા નથી. વીસ વર્ષના યુવાનને હજી તે બાળક જ ગણે છે. અને નદીકિનારે છબછબિયા કરવાનું શીખવાડે છે. તેમણે ભલે નદીની વચ્ચે જઈને તરતા શીખ્યા છે. પણ છોકરાઓ માટે ના,..

આજે દસમા અને બારમાં ધોરણ પરિણામની અસરથી કેમ બાળકો આત્મહત્યા કરે છે. જેને હજી દુનિયા પણ જોઈ નથી. શિક્ષણ પધ્ધતિમાં જ એવી કોઈ કળા હશે. જેને લોકો બોજો સમજી બેઠા છે. આજે કોલેજ કરેલ વિધાર્થીને બૅન્કમાં પૈસા કેવી રીતે ભરવા તે નથી આવડ્યું, પણ હા તે અભ્યાસ માં ત્યાં મુક્યું છે જ્યારે બાળકોને રમવાની ઉંમર છે.

આમ પણ બૅન્કમાં નોકરી માટે પોસ્ટ ગ્રેજયુએશન અથવા અંડર ગ્રેજયુએશન કરેલું હોવું જોઇયે. પણ આપણાં મંત્રીઓ જ બિચારાઓએ આટલું પણ મેળવેલું નથી. આમાં અભણ કે ભણેલાની વાત નથી. પણ જે વ્યક્તિ કે મંત્રી જોયા વગર એક પાનાનું ભાષણ અથવા રાષ્ટ્રીય ભાષા પણ  બોલી શકતા નાં હોય તે આપણું સંચાલન કરે છે. “ હવે જેવો રાજા, તેવી પ્રજા” તો હોવાની જ ને. જે વર્ગ બિચારો પછાત હતો તેને વધારે પછાત કરવા અનામત આપીને વધારે પાછળ ધકેલી દીધો. સરકાર પણ શિક્ષણને ઈન્ટ્રા ડે જેમ જ વાપરે છે. જેમ શેર બજારમાં ઈન્ટ્રા ડે કરીને ટૂંક સમયમાં લાભ લઈ શકાય તેમ સરકાર પણ અનામત આપીને પોતાનો રોટલો શેકી લે છે.

અહી સરકાર, સરકારના મંત્રી, માતા-પિતા નો વાંક તો સમજાય છે. પણ તમને શું લાગે છે. અહી કઈક રહી ગયું હોય તેમ નથી લાગતું? ઉપર્યુક્ત વિષય મુજબ રંગમંચ પરના એક જ પાસાને જોઈને કેવી રીતે કોઈનો વાંક કાઢી શકાય એમાં પણ આપણું બંધારણ તો બધાને સરખો હક આપવામાં માને છે. હવે વાત કરીયે બીજા પાસાની તો તે છે. શિક્ષક અને તેમનો શિષ્ય. જ્યાં સુધી જ્ઞાન પીરસનાર સરખી રીતે નહિ પીરસે તો શિષ્ય કેવી રીતે ગ્રહણ કરશે અને અર્ધકચરુ જ્ઞાન મેળવેલો શિષ્ય પણ બીજાને પણ અંધારમાં જ મોકલશે.

બાળકોને પોતાનામાં શું છે.તેમાં રસ નથી પણ બીજા શું ખાસ છે અથવા બીજા લોકો શું કરે છે. તેને તે કરવું છે. કારણકે પોતે શું કરવું તેનો રસ્તો કોઈએ દેખાડ્યો નથી. બસ માત્ર દોડો અને દોડો,  લક્ષ્ય નક્કી કર્યા વગર દોડો. માફ કરજો પણ આ વાત બધાને લાગુ પડતી નથી પણ જેને પણ પડે છે તે સર્કસનાં સિંહ બનતા શીખવાડે છે. શિક્ષણ પર તો ઘણી ફિલ્મો બને છે. ઘણાં અભ્યાન ચાલે છે. તો પણ આપણું શિક્ષણ નબળું કેમ છે.

અહી મારો ઉદેશ્ય કોઇની લાગણીને ઠેશ પહોચડવાનો નહીં. પણ સંદેશો આપવાનો હતો. કે ઘણાં લોકો અનશન પર બેસે છે. આંદોલન કરે છે. તેમ છતાં પોતાના હક માટે પણ શિક્ષણને કેમ ભૂલી જાય છે. બધું સુધારવા જતાં કઇંજ હાથ નહીં આવે, પણ શિક્ષણનું સ્તર ઉંચુ જસે તો બધાને અનામત કે આંદોલન ની જરૂર પણ નહીં પડે.

આજે તમે જુઓ તો ગુજરાત ના પૂર્વ થી લઈને પશ્ચિમ અને ઉત્તર થી લઈને દક્ષિણ દિશા સુધી દરેક શાળાઓ અને કોલેજો માત્ર ભણાવવા પર જ ધ્યેય રાખી રહ્યું છે. પણ પૂર્વ ઝોન માં આવેલી આર.બી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેંટ સ્ટડીઝ જે યુવાનોના ઉજવળ ભવિષ્ય બનાવવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યું છે. તે તેમના વિધાર્થીઓને વ્યવહારુ અને વાસ્તવિક વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવાડે છે. જેથી જ્યારે તે વ્યવસાય કે નોકરી કરવા જાય તો તેના જ્ઞાનનો ઉપયોગ કરી શકે.

જય ભારત

-વૈભવ પટેલ